બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતને બીજો ઝટકો, KL રાહુલ બાદ આ ખેલાડી પણ ઈન્જર્ડ?

15 November, 2024 04:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Border Gavaskar Trophy 2024: ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે કોહલી તાજેતરના તેના ફોર્મમાં આવેલી મંદીને દૂર કરશે અને ઑસ્ટ્રેલિયાની સ્થિતિમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ આપશે.

કેએલ રાહુલ અને વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી હાઈ-પ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy 2024) ટૅસ્ટ સીરિઝ માટે માત્ર એક એઠવાડિયાનો સામે બાકી રહી ગયો છે. આ મૅચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને કોઈ પ્રકારની ઈજા થઈ હોવાના સમાચાર છે, જેથી તે કંગારુઓ (ઑસ્ટ્રેલિયા) સામેની ટૅસ્ટ મૅચમાં રમશે કે નહીં તેને લઈને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને લોકોમાં ચિંતા છે.

ભારતના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ (Border Gavaskar Trophy 2024) કોઈ રહસ્યમય ઈજા માટે કથિત રીતે સ્કૅન કરાવ્યું છે. કોહલી, જેણે ન્યુઝીલૅન્ડ સામેની ટૅસ્ટ સિરીઝ રમી હતી, તે શુક્રવારે ભારતની આંતરિક પ્રેક્ટિસ માટે આવ્યો હતો. ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ મુજબ, કોહલીની આ ઈજા અને તેની પ્રકૃતિ હજી સુધી અનિશ્ચિત છે પરંતુ એક સૂત્રએ ઑસ્ટ્રેલિયન મીડિયા આઉટલેટને પુષ્ટિ આપી છે કે કોહલીએ સ્કૅન કરાવ્યું હતું.

ભારતીય મેનેજમેન્ટ પહેલેથી જ ન્યુઝીલૅન્ડ (Border Gavaskar Trophy 2024) સામે નિરાશાજનક વ્હાઇટવોશના કારણે ઘણા દબાણ હેઠળ છે અને હવે ગાવસ્કર ટ્રોફીની પહેલી ટૅસ્ટ માટે કેપ્ટન રોહિત શમાની અનુપલબ્ધતાએ ટીમ માટે વસ્તુઓ વધુ મુશ્કેલ બનાવી દીધી છે. રોહિતની જગ્યાએ ઓપનિંગ કરનાર કેએલ રાહુલને શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન કોણીમાં વાગવાથી તેને પણ ઈજાનો સામનો કરવો પડ્યો હતો. ભલે કોહલી મુશ્કેલ પેચમાંથી પસાર થઈ રહ્યો હોય, પરંતુ તે જે અનુભવ અને કુશળતા ટેબલ પર લાવે છે, તે તેને વિશ્વાસપાત્ર દાવ બનાવે છે. કોહલી 2011માં પદાર્પણ કર્યા બાદથી ભારતનો મુખ્ય આધાર રહ્યો છે.

36 વર્ષનો વિરાટ તેની છેલ્લી 60 ટૅસ્ટ ઇનિંગ્સમાં 31.68ની એવરેજ ધરાવે છે પરંતુ આ કેલેન્ડર વર્ષમાં તેની એવરેજ છ ટૅસ્ટમાં વધુ ઘટીને 22.72 પર આવી ગઈ છે, પરંતુ કોહલીએ ઑસ્ટ્રેલિયન પીચો માટે ખાસ પસંદ દર્શાવી છે, જેની નીચે ચાર પ્રવાસોમાં સરેરાશ 54.08 છે. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે કોહલી તાજેતરના તેના ફોર્મમાં આવેલી મંદીને દૂર કરશે અને ઑસ્ટ્રેલિયાની સ્થિતિમાં તેનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. શાસ્ત્રીએ આઈસીસી રિવ્યુ શોમાં કહ્યું, “સારું, રાજા તેના પ્રદેશમાં પાછા ફર્યા છે. આટલું જ હું શંકા કરનારાઓને કહીશ. ઑસ્ટ્રેલિયામાં તમારા કારનામા બાદ જ્યારે તમે આ ખિતાબ મેળવશો, ત્યારે તમે જ્યારે બૅટિંગ કરવા જશો ત્યારે તે તમારા વિરોધીના મગજમાં હશે.” ભારત સામે ટૅસ્ટ મૅચમાં વધી રહેલી મુશ્કેલીથી ટીમનું 2025 માં થનારી વર્લ્ડ ટૅસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. ન્યુઝીલૅન્ડ સામે 3-0 થી હાર્યા બાદ જો ભારત ઑસ્ટ્રેલિયા સામે પણ નબળું પરફોર્મ કરશે તો તે WTCની (Border Gavaskar Trophy 2024) ફાઇનલમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બનશે.

border-gavaskar trophy indian cricket team world test championship test cricket virat kohli kl rahul australia cricket news