24 September, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બૂમરાહ, ઇયાન ચૅપલ અને રિષભ પંત
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલે નવેમ્બરમાં રમાનારી બૉર્ડર-ગાવસકર ટ્રોફી વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ૮૦ વર્ષના ઇયાન ચૅપલે કહ્યું હતું કે ‘ભારતની પ્રાથમિકતા એ રહેશે કે તેના મોટા ભાગના ખેલાડીઓ ફૉર્મમાં રહે અને તેમને કોઈ મોટી ઈજા ન થાય. જોકે ભારત માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જસપ્રીત બુમરાહ અને રિષભ પંત ફૉર્મમાં રહે અને ઈજાઓથી મુક્ત રહે. ભયાનક કાર-ઍક્સિડન્ટ બાદ પંતે જે રીતે ટેસ્ટમાં પુનરાગમન કર્યું એ શાનદાર છે. તે ભારતીય બૅટિંગ લાઇન-અપમાં મહત્ત્વનો વિકેટકીપર-બૅટ્સમૅન છે અને જો તે ઑસ્ટ્રેલિયન પ્રવાસમાં ફૉર્મમાં રહેશે તો ટીમનું મનોબળ વધશે.’