13 November, 2024 09:11 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશનની સાથે પર્થનાં અલગ-અલગ સ્થળોએ જઈને ભારતીય પ્લેયર્સ ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થવાનો પ્રયાસ કરી રહ્યા છે
બાવીસમી નવેમ્બરથી આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) પહેલાં ગઈ કાલથી ભારતીય ટીમે પર્થના વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશનના મેદાન પર નેટ-પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ફૅન્સને કારણે ક્રિકેટરનું ધ્યાન ભંગ ન થાય એ માટે પ્રૅક્ટિસ એરિયાની સીમા પર મોટી ગ્રિલ ગોઠવી દેવામાં આવી છે. સ્ટાફ અને અન્ય ગ્રાઉન્ડ અધિકારીઓના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પ્રૅક્ટિસ-સેશનના દૂરના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. પ્રૅક્ટિસ-સેશનની સાથે પર્થનાં અલગ-અલગ સ્થળોએ જઈને ભારતીય પ્લેયર્સ ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.