17 November, 2024 08:59 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજ, રવિચન્દ્રન અશ્વિન, કે. એલ. રાહુલ
ઑસ્ટ્રેલિયામાં બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થતી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ માટે ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ પ્લેઇંગ ઇલેવનની ભવિષ્યવાણી કરી છે. રવિ શાસ્ત્રીએ આ પ્લેઇંગ ઇલેવનમાં સ્ટાર બૅટર સરફરાઝ ખાન અને ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનને એન્ટ્રી નથી આપી. ઇન્ડિયા A માટે ઑસ્ટ્રેલિયા A સામેની ટેસ્ટ-મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને સ્થાન આપવામાં આવ્યું છે.
કૅપ્ટન રોહિત શર્માની ગેરહાજરી વચ્ચે યશસ્વી જાયસવાલ સાથે ઓપનિંગમાં અભિમન્યુ ઈશ્વરન અને કે. એલ. રાહુલમાંથી કોઈ એકને તક મળે એવી ચર્ચા છે પણ શાસ્ત્રીએ શુભમન ગિલને યશસ્વીના જોડીદાર તરીકે પસંદ કર્યો છે અને કે. એલ. રાહુલને ત્રીજા સ્થાને બૅટિંગ કરવાની સલાહ આપી છે. ભારતીય ક્રિકેટ ટીમે રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ જ ઑસ્ટ્રેલિયાને તેમની ધરતી પર છેલ્લી બે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં હરાવ્યું હતું.
રવિ શાસ્ત્રીની પ્લેઇંગ ઇલેવનઃ શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા/વૉશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.