બંગલાદેશ સામે શ્રીલંકાની ક્લીન સ્વીપ

04 April, 2024 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં ટેસ્ટ ન હારવાનો રેકૉર્ડ શ્રીલંકાએ યથાવત્ રાખ્યો

શ્રીલંકાની ક્રિકેટ ટીમ

બીજી ટેસ્ટના પાંચમા દિવસે અંતિમ ૩ વિકેટ ઝડપી શ્રીલંકાએ બંગલાદેશ સામે ૨૦મો ટેસ્ટ-વિજય નોંધાવ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ૩૨૮ રન અને બીજી ટેસ્ટમાં ૧૯૨ રનથી જીત મેળવીને શ્રીલંકાએ બે મૅચની  ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. શ્રીલંકન ટીમે બંગલાદેશમાં ટેસ્ટ-મૅચ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખવાની સાથે બંગલાદેશ સામે એક પણ ટેસ્ટ-સિરીઝ ન હારવાનો રેકૉર્ડ પણ જાળવી રાખ્યો છે. શ્રીલંકાએ અગાઉ T20 સિરીઝ ૨-૧થી જીતી હતી. જોકે એ વન-ડે સિરીઝ સમાન અંતરથી હારી ગયું હતું. ૫૧૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બંગલાદેશે મૅચના પાંચમા અને અંતિમ દિવસે સવારે ૭ વિકેટે ૨૬૮ રનથી અેની ઇનિંગ્સ આગળ વધારી અને આખી ટીમ ૩૧૮ રનમાં આઉટ થઈ ગઈ. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૫૩૧ રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં છ બૅટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશને ૧૭૮ રનમાં ઑલઆઉટ કરીને ૩૫૩ રનની લીડ મેળવી હતી. શ્રીલંકાએ એની બીજી ઇનિંગ્સ ૭ વિકેટે ૧૫૭ રન પર ડિકલેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં બંગલાદેશ ૩૧૮ રન પર ઑલઆઉટ થતાં શ્રીલંકાએ ટેસ્ટ-સિરીઝ જીતી હતી. 

એક પણ ટેસ્ટ-સિરીઝ નથી જીત્યું બંગલાદેશ

કુલ ટેસ્ટ-સિરીઝ

૧૩

શ્રીલંકાની જીત

૧૨

બંગલાદેશની જીત

૦૦

ડ્રૉ

૦૧

 

બંગલાદેશ સામે શ્રીલંકાનો દબદબો

કુલ ટેસ્ટ-મૅચ

૨૬

શ્રીલંકાની જીત

૨૦

બંગલાદેશની જીત

૦૧

ડ્રૉ

૦૫

sports cricket news sports news sri lanka bangladesh test cricket