01 January, 2025 08:22 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના વિઝિટર બોર્ડ પર ચમક્યું નીતીશ કુમાર રેડ્ડીનું નામ.
ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને કારણે હવે હાર્દિક પંડ્યા ક્યારેય વાપસી નહીં કરી શકશે એવું લાગી રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર કહે છે કે ‘જ્યારથી હાર્દિક પંડ્યા ટેસ્ટ-ટીમમાંથી બહાર થયો છે ત્યારથી ટીમ ઇન્ડિયાને એક એવા ઑલરાઉન્ડરની ખોટ પડી રહી છે જે મધ્યમ ગતિની બોલિંગ સાથે બૅટિંગ પણ કરી શકે. નીતીશે હજી પણ બોલિંગ વિભાગમાં સુધારો કરવો પડશે પણ બૅટર તરીકે તે શરૂઆતથી હાર્દિક પંડ્યા કરતાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.’
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જુલાઈ ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચે ટીમ માટે ૧૧ ટેસ્ટ-મૅચમાં ૫૩૨ રન બનાવી ૧૭ વિકેટ ઝડપી છે. પીઠની ઇન્જરી બાદ તે ટેસ્ટ-ક્રિકેટમાં લાંબો બોલિંગ સ્પેલ કરવામાં સક્ષમ નથી, જ્યારે નીતીશ કુમાર રેડ્ડીએ પહેલી ચાર ટેસ્ટમાં ૨૯૪ રન બનાવી ત્રણ વિકેટ ઝડપીને ટેસ્ટ-કરીઅરની શાનદાર શરૂઆત કરી છે.