20 October, 2022 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ વખતે પણ બાબર આઝમ જ પાકિસ્તાનનો કૅપ્ટન હશે એવું તેના હાલના પર્ફોર્મન્સ પરથી કહી શકાય.
આવતા વર્ષનો મેન્સ એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલે એટલે એ ટુર્નામેન્ટ કોઈ તટસ્થ દેશમાં જ રાખવી પડશે, એવું એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ અને બીસીસીઆઇના સેક્રેટરીપદે ફરી ચૂંટાયેલા જય શાહે મંગળવારે પત્રકારોને કહ્યું એને પગલે પાકિસ્તાનમાં પ્રત્યાઘાતો આવવા લાગ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ‘બીસીસીઆઇના સેક્રેટરીએ એસીસીના મેમ્બર્સ કે પીસીબી સાથે ચર્ચા કર્યા વગર એકપક્ષી રીતે આ મંતવ્ય આપ્યું છે. તેમના મંતવ્યથી અમને નવાઈ લાગી છે તેમ જ અમે ખૂબ નારાજ પણ છીએ. ભારત જો પોતાના પ્લેયર્સને એશિયા કપ માટે પાકિસ્તાન નહીં મોકલે તો આવતા વર્ષે એશિયા કપ પછી રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે તેમ જ ૨૦૨૪થી ૨૦૩૧ સુધી ભારતમાં યોજાનારી આઇસીસીની ઇવેન્ટ્સ માટે અમે અમારી ટીમને ભારત નહીં મોકલીએ. બીજું, ભારત એશિયા કપ માટે અમને મળેલું યજમાનપદ પણ નહીં હટાવી શકે.’
૨૦૨૩ના એશિયા કપ ઉપરાંત ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં રાખવાનું આઇસીસીએ નક્કી કર્યું છે.
14
પાકિસ્તાનમાં આતંકવાદના ખતરાને કારણે આટલાં વર્ષથી ક્રિકેટની કોઈ મોટી ટુર્નામેન્ટ નથી રમાઈ. છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમાયો હતો.