ODI વર્લ્ડ કપ 2023: BCCIએ સુપરસ્ટાર રજનીકાંતને આપી ગોલ્ડન ટિકિટ

19 September, 2023 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલ હેઠળ બીસીસીઆઈ ભારતની મોટી હસ્તીઓને ગોલ્ડન ટિકિટ (Golden Ticket) આપી રહી છે. બીસીસીઆઈના સચિવ જય શાહ પોતે દિગ્ગજોને ટિકિટ આપી રહ્યા છે.

તસવીર સૌજન્ય : એક્સ

વનડે વર્લ્ડ કપ 2023ની (ODI World Cup 2023) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે આ વિશ્વકપ ભારતની મેજબાનીમાં 5 ઑક્ટોબરથી શરૂ થશે. હોમગ્રાઉન્ડ પર થનારી ટૂર્નામેન્ટની શરૂઆતથી આ વર્ષે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ પણ નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ બીસીસીઆઈ ભારતની મોટી હસ્તીઓને ગોલ્ડન ટિકિટ (Golden Ticket) આપી રહી છે. બીસીસીઆઈના સચિવ જય શાહ પોતે દિગ્ગજોને ટિકિટ આપી રહ્યા છે.

આ ખાસ પહેલની પહેલી ટિકિટ બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને મળી, ત્યાર બાદ બીજી ટિકિટ સ્ટાર ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરને આપવામાં આવી. હવે ત્રીજી ટિકિટ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ને મળી છે.

બીસીસીઆઈએ X ટ્વિટર પર આ પોસ્ટને શૅર કરતા કૅપ્શનમાં લખ્યું છે કે, "બીસીસીઆઈના માનનીય સચિવ જય શાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. લેજેન્ડરી એક્ટરે કરોડો લોકોના હ્રદય પર પોતાની અમિત છાપ છોડી છે."

આ પોસ્ટમાં જય શાહ અને રજનીકાંત એક સાથે ઉભા જોવા મળે છે. બંનેના હાથમાં ગોલ્ડન ટિકિટ છે અને હસતા પોઝ આપતા જોવા મળે છે.

વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઑક્ટોબરથી ભારતમાં થવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડે એક ખાસ પહેલ શરૂ કરી છે. બીસીસીઆઈ ભારતના દિગ્ગજ સિતારાઓને ગોલ્ડન ટિકિટ આપી રહી છે. બૉર્ડે અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકરને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. હવે આ લિસ્ટમાં સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ જોડાઈ ગયું છે. રજનીકાંતને બીસીસીઆઈના સચિવ જય શાહે ગોલ્ડન ટિકિટ આપી.

હકીકતે બીસીસીઆઈએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (ટ્વિટર) પર એક તસવીર શૅર કરી છે. આમાં જય શાહ રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપતા જોવા મળે છે. બૉર્ડે તસવીર સાથે કૅપ્શન લખ્યું છે, "બીસીસીઆઈના માનનીય સચિવ જય શાહે શ્રી રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપીને સન્માનિત કર્યા. લેજેન્ડરી એક્ટરે કરોડો લોકોના હ્રદય પર રાજ કર્યું છે."

બીસીસીઆઈએ આ પહેલા બૉલિવૂડના મહાન એક્ટર અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપી હતી. ક્યાર બાદ સચિન તેંદુલકરને પણ ગોલ્ડન ટિકિટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. બીસીસીઆઈ હજી પણ દિગ્ગજોને આ ટિકિટ ભેટ આપી શકે છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ મહેન્દ્ર સિંહ ધોનીને પણ ગોલ્ડન ટિકિટ આપવાની માગ કરી છે. હાલ ધોનીને ગોલ્ડન ટિકિટ આપવાને લઈને કોઈપણ પ્રકારની અપડેટ આપી નથી.

એવું માનવામાં આવે છે કે BCCI વધુ મહાન કલાકારોને ગોલ્ડન ટિકિટ આપી શકે છે. આવી સ્થિતિમાં ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની માંગણીઓ રજૂ કરી છે. ચાહકોએ મહેન્દ્ર સિંહ ધોનીને ટિકિટ આપવાની પણ અપીલ કરી છે. જણાવવાનું કે, બીસીસીઆઈ તરફથી આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

વર્લ્ડ કપમાં ભારતની ક્યારે કોની સામે હશે મેચ?
જણાવવાનું કે, આ વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ ઑસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ 8 ઑક્ટોબરના રોજ ચેન્નઈમાં થવાની છે. ભારતની આગામી મેચ અફઘાનિસ્તાન સાથે 11 ઑક્ટોબરના રોજ થશે.

ત્યાર બાદ ભારતની મેચ પાકિસ્તાન સામે 14 ઑક્ટોબરના રોજ, બાંગ્લાદેશ સામે 19 ઑક્ટોબર, ન્યૂઝીલેન્ડ સામે 22 ઑક્ટોબર, ઈંગ્લેન્ડ સામે 29 ઑક્ટોબર, શ્રીલંકા સામે 2 નવેમ્બર, સાઉથ આફ્રિકા સામે 5 નવેમ્બર અને નેધરલેન્ડ સામે 15 નવેમ્બરના રોજ થશે.

rajinikanth board of control for cricket in india world cup amitabh bachchan sachin tendulkar mahendra singh dhoni cricket news sports news sports