ભારતીય ટીમના નવા ચિફ સિલેક્ટર સુનીલ જોશી,રમી ચૂક્યા છે કોહલીની ટીમમાં

04 March, 2020 09:08 PM IST  |  Mumbai | Chirantana Bhatt

ભારતીય ટીમના નવા ચિફ સિલેક્ટર સુનીલ જોશી,રમી ચૂક્યા છે કોહલીની ટીમમાં

સુનીલ જોશી ડાબેરી સ્પિનર છે

BCCIની નવી જ નિમાયેલી ક્રિકેટ સલાહકાર સમિતિ  CACએ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટર તરીકે સુનીલ જોશી નિમણૂક કરાઇ છે. સમિતિએ આ પદ માટે વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ અને લક્ષ્મણ શિવારામાકૃષ્ણને પણ ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. સુનીલ જોશીએ અત્યાર સુધી ભારત માટે 69 વન ડે મેચિઝ રમી અને 15 ટેસ્ટ મેચિઝ રમી છે અને હરવિંદર સિંહે 3 ટેસ્ટ અને 16 વનડેમાં પોતાના ખેલનું પ્રદર્શન કર્યું છે. સુનીલ જોશી ડાબેરી સ્પિનર છે. તેમની સાથે આ સમિતિમાં હરવિંદર સિંહનો સમાવેશ પણ કરાયો છે. આ બંન્ને સિલેક્ટર્સ એક વર્ષ સુધી કાર્યરત રહેશે. સુનીલ જોશી વિરાટ કોહલીની આઇપીએલ ટીમમાં તેની સાથે પણ રમી ચૂક્યા છે. કમિટીએ ઇન્ટરવ્યુમાં ધોની અંગે સવાલો કર્યા હતા કે ધોનીનાં ભવિષ્ય અંગે તમારું શું માનવું છે? કુલ મળીને 40 ઉમેદવારો આ ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા તેવી ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં હતી.

આ વર્ષ જાન્યુઆરીમાં સિલેક્ટર્સ એમ એસ કે પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પુરો થતા આ બંન્ને પદ માટે નવી નિયુક્તિ કરવાની હતી. આ બંન્ને પદ માટે મદનલાલ, સુલક્ષણા નાઇક અને આરપી સિંહ વાળી CACએ એક યાદી બનાવી હતી. આ યાદીમાં જે નામો હતા તે ખેલાડીઓનો બુધવારે મુંબઇમાં ઇન્ટરવ્યુ લેવાયો. આ પદ માટે વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ અને લક્ષ્મણ શિવારામાકૃષ્ણને પણ ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. સુનીલ જોશીએ ટેસ્ટમાં 41 અને વન ડેમાં 69 વિકેટ્સ છે. આ પહેલા હૈદરાબાદ અને જમ્મૂ કાશ્મીરની ક્રિકેટ ટીમનાં કોચ રહી ચૂકેલા સુનીલ જોશીએ 2015માં ઓમાનમાં કોચકારી સંભાળી હતી. તેઓ સ્પિન બોલિંગ કોચ તરીકે બાંગ્લાદેશ અને કિંગ્ઝ ઇલેવન પંજાબ ટીમ માટે પણ કોચ રહી ચૂક્યા છે. 

cricket news board of control for cricket in india