ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપવા BCCIનો મહત્ત્વનો નિર્ણય

27 August, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા ખેલાડીઓને મોટી પ્રાઇઝ મની આપવામાં આવશે

જય શાહ

ભારતીય ક્રિકેટમાં યુવા અને ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે મહત્ત્વની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા ખેલાડીઓને મોટી પ્રાઇઝ મની આપવામાં આવશે. તમામ મહિલા અને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સિનિયર પુરુષ ક્રિકેટ માટે પ્રતિષ્ઠિત વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ બોર્ડ બેસ્ટ ખેલાડીઓને આ રીતે પ્રોત્સાહિત કરશે. 

jay shah board of control for cricket in india cricket news sports sports news