હેડ કોચ બનવા ગૌતમ ગંભીરે મૂકી આ શરતો, ત્યારબાદ BCCI કરશે ક્રિકેટ ટીમમાં મોટા બદલાવ

17 June, 2024 02:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Gautam Gambhir Indian team New coach: આક્રમક વલણ ધરાવતા ગૌતામ ગંભીરના કોચ બનવાથી હાલની ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓને ટીમમાંથી કદાચ બકાદ પણ કરવામાં આવી શકે છે.

ગૌતમ ગંભીર (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)

ઇન્ડિયન મેન્સ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગાંભીર (Gautam Gambhir Indian team New coach) જ બનશે તે વાત લગભગ નક્કી થઈ ગઈ છે. ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ હાલમાં ચાલતા ટી-20 વર્લ્ડ કપ પછી કોચ પદ છોડશે. જેથી જૂનના છેલ્લા અઠવાડિયા સુધીમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ગૌતમ ગંભીરની નિમણૂકની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે એવી મોટી શક્યતા છે. આ મામલે સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાનો નવો કોચ બનવા માટે અમુક શરતો મૂકી છે. ગંભીરે BCCI સમક્ષ કેટલીક માગણીઓ મૂકી છે જે લગભગ બીસીસીઆઇને માની લેતા ગંભીર ઈન્ડિયાનો નવો કોચ બનશે અને તે બાદ તેમાં અનેક મહત્ત્વના મોટા ફેરબદલ કરશે એવી જોરદાર ચર્ચા શરૂ થઈ છે.

મળેલી માહિતી મુજબ ગૌતમ ગંભીરે કોચ બનવા માટે બીસીસીઆઇ સમક્ષ પાંચ શરતો મૂકી છે. ગૌતમ ગંભીરની આ શરતોમાં તેણે ટીમ ઈન્ડિયા પર પૂર્ણ કંટ્રોલ મળે તેવી માગણી કરી છે. તે બાદ સપોર્ટ કોચિંગ સ્ટાફ પસંદ કરવાની આઝાદી (Gautam Gambhir Indian team New coach) પણ કોચ પાસે રહેશે. સીટી સિનિયર પ્લેયર્સની છેલ્લી તકના નિર્ણયનો હક્ક તે બાદ ટેસ્ટ મેચો માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સંપૂર્ણ જુદા હશે અને વર્ષ 2027માં રમતા વર્લ્ડ કપ માટે કોચ રોડમૅપ તૈયાર કરશે જેવી શરતો ગંભીરે મૂકી છે.

પૂર્વ ખેલાડી ગૌતમ ગાંભીરના મેન્ટોરશિપ હેઠળ કોલકાતા નાઈટ રાઇડર્સે 10 વર્ષ બાદ ત્રીજી વખત આઇપીએલની ટ્રોફી જીતી હતી. હવે જ્યારે ગૌતમ ગાંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા જઈ રહ્યો છે, ત્યારે એટલું નક્કી છે કે ટીમમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવશે. આક્રમક વલણ ધરાવતા ગૌતામ ગંભીરના કોચ બનવાથી હાલની ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓને ટીમમાંથી કદાચ બકાદ પણ કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન ફટકારનાર વિરાટ કોહલી ટોચના (Gautam Gambhir Indian team New coach) ખેલાડીઓમાંનો એક છે. 2008માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર વિરાટે ભારતને અનેક મેચમાં જીતી અપાવી છે. ગૌતમ ગાંભીરનું માનવું છે કે હવે વિરાટે ફક્ત ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર જ ફોકસ કરવો જોઈએ અને ટી-20માં નવા ખેલાડીઓને તક આપવાની જરૂર છે. જેથી વિરાટ ટી-20 ટીમમાંથી કદાચ બહાર થઈ શકે છે.

વર્તમાન ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ (Gautam Gambhir Indian team New coach) ભારત માટે 2007માં ડેબ્યુ કર્યું હતું. વિરાટના કૅપ્ટનશિપ છોડ્યા પછી તે કૅપ્ટન બન્યો હતો. હાલ તે ત્રણેય ફોર્મેટમાં ભારતનું સુકાની પદ સાંભળી રહ્યો છે, પણ છેલ્લા અનેક સમયથી બધા ફોર્મેટમાં રોહિત શર્માના નબળા પ્રદર્શનને લીધે જો જરૂર જણાશેતો તે ત્રણેય ફોર્મેટમાં નહી રમી શકશે.

ગયા ઘણા વર્ષોથી રવિન્દ્ર જાડેજા (Gautam Gambhir Indian team New coach) વ્હાઇટ બોલ ફોર્મેટમાં ભારતીય ટીમમાં રમી રહ્યો છે. 2022 ટી-20 વર્લ્ડ કપ, 2023 વનડે વર્લ્ડ કપ, વર્તમાન ટી-20 વર્લ્ડ કપ ગયા દરેક મોટા ટુર્નામેન્ટમાં જાડેજાએ કોઈ મોટી મેચમાં ભારતને જીત આપવી કે સારું પરફોર્મ કર્યું નથી. લેફ્ટ હેન્ડ સ્પિનર ઓલરાઉન્ડર ફક્ત ટેસ્ટ જ રમવા યોગ્ય છે અને તે પણ ભારતનઞ પિચ પર જેથી આવા સમયમાં ગૌતમ ગાંભીર કોચ બને ત્યારે જાડેજાના કરિયર થોડા સમય માટે બંધ થઈ શકે શકે છે, એવું લાગી રહ્યું છે.

ઇન્ડિયન પેસર મોહમ્મદ શમી માટે ગૌતમ ગંભીર (Gautam Gambhir Indian team New coach) પાસે સ્પષ્ટ પ્લાન છે. ગાંભીર શમીને ટેસ્ટમાં સતત રમાવવા માગે છે. સાથે જ 2027 વનડે વર્લ્ડ કપ પણ શમી ગંભીરની પસંદ છે, પણ હાલમાં કદાચ મોહમ્મદ શમી ટી-20 ટીમમાંથી બહાર જોવા મળી શકે છે.

gautam gambhir indian cricket team cricket club of india t20 world cup rahul dravid test cricket ravindra jadeja virat kohli mohammed shami rohit sharma cricket news sports news sports