વેસ્ટ ઇન્ડીઝ સામે ૬ વર્ષ બાદ T20 મૅચ જીત્યું બંગલાદેશ

17 December, 2024 10:17 AM IST  |  Caribbean | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ ૧૪૭ રન ડિફેન્ડ કરીને ૭ રને પહેલી T20 મૅચ જીત્યું

૨૬ રન કરી ચાર વિકેટ લઈ મહેદી હસન બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.

વેસ્ટ ઇન્ડીઝ અને બંગલાદેશ વચ્ચે ગઈ કાલે ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થઈ હતી, જેમાં પહેલી મૅચમાં ૭ રને રોમાંચક જીત મેળવીને બંગલાદેશે સિરીઝમાં લીડ મેળવી લીધી હતી. બંગલાદેશે ૬ વિકેટ ગુમાવીને ૧૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં યજમાન ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં બન્ને ટીમ વચ્ચેની બે મૅચની ટેસ્ટ-સિરીઝ ડ્રૉ ગઈ હતી અને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝે ક્લીન સ્વીપ કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલાદેશ છેક ૬ વર્ષ બાદ આ ફૉર્મેટની મૅચ જીત્યું છે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૧૮માં બંગલાદેશ આ હરીફ ટીમ સામે T20 મૅચ જીત્યું હતું. ત્યાર બાદની પાંચમાંથી ચાર મૅચ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.

૧૪૮ રનના સરળ લાગતા ટાર્ગેટ સામે બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ અને ૩૦ વર્ષનાે ઑલરાઉન્ડર મહેદી હસન વેસ્ટ ઇન્ડીઝને બરાબરના નડ્યા હતા. ૨૬ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમનાર સ્પિન ઑલરાઉન્ડર મહેદી હસને ૪ ઓવરમાં ૧૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જ્યારે લિટન દાસ એક T20 ઇનિંગ્સમાં સૌથી વધુ પાંચ બૅટરને આઉટ કરનાર બંગલાદેશી વિકેટકીપર બન્યો હતો.

west indies bangladesh t20 cricket news sports news sports