ટેસ્ટ-ઇતિહાસમાં સાઉથ આફ્રિકા સામે ક્યારેય જીતી નથી શકી બંગલાદેશી ટીમ

21 October, 2024 12:56 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં હિંસાની સ્થિતિ બાદ આજે પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ રમાશે. આજથી બંગલાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. ૨૧ ઑક્ટોબરથી બે નવેમ્બર વચ્ચે આયોજિત આ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ રાજધાની ઢાકામાં રમાશે.

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ.

બંગલાદેશમાં હિંસાની સ્થિતિ બાદ આજે પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ રમાશે. આજથી બંગલાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. ૨૧ ઑક્ટોબરથી બે નવેમ્બર વચ્ચે આયોજિત આ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ રાજધાની ઢાકામાં રમાશે. બન્ને ટીમ વચ્ચે હમણાં સુધી ૧૪ ટેસ્ટ-મૅચ રમાઈ છે, જેમાંથી સાઉથ આફ્રિકાએ ૧૨ ટેસ્ટ જીતી છે અને બે મૅચ ડ્રૉ થઈ છે. એટલે કે યજમાન ટીમ ક્યારેય સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-મૅચ જીતી શકી નથી. 

આ સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે બંગલાદેશની ટીમ આ કમાલ પણ કરી શકે છે. હાલમાં જ આ ટીમે પાકિસ્તાનની ધરતી પર જઈને પાકિસ્તાનીઓ સામે પહેલી ટેસ્ટ-સિરીઝ જીતી હતી.  જોકે દિગ્ગજ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનની ગેરહાજરી અને જૂના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘાના બરખાસ્ત થયા બાદ બંગલાદેશી ટીમ આ કમાલ કરી શકશે કે નહીં એ જોવાનું રહેશે. ભારત સામેની ટેસ્ટ અને T20 સિરીઝમાં કારમી હાર બાદ ચંડિકા હથુરુસિંઘાને કૉન્ટ્રૅક્ટના પાંચ મહિના પહેલાં પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેના સ્થાને વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ઑલઆઉન્ડર ફિલ સિમન્સ આ પદ સંભાળશે.

bangladesh south africa dhaka test cricket cricket news sports news sports