08 November, 2024 06:50 AM IST | Sharjah | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ૩ મૅચની વન-ડે સિરીઝ ૬ નવેમ્બરે યુનાઇટેડ આરબ એમિરેટસ (UAE)ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. પહેલી વન-ડેમાં ૯૨ રને રોમાંચક જીત મેળવીને અફઘાનિસ્તાને સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. અફઘાનિસ્તાને ૪૯.૪ ઓવરમાં ૨૩૫ રન કર્યા હતા, જેના જવાબમાં બંગલાદેશ ૩૪.૩ ઓવરમાં ૧૪૩ રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો સ્કોર ૨૫.૨ ઓવરમાં બે વિકેટે ૧૨૩ હતો, પણ વધુ ૨૩ રનમાં ટીમે ૮ વિકેટ ગુમાવી દીધી હતી. એમાંય છેલ્લી ૭ વિકેટ ૧૧ રનમાં જ ગુમાવી હતી. અફઘાનિસ્તાન તરફથી ૧૮ વર્ષના સ્પિનર અલ્લાહ મોહમ્મદ ગઝનફરે ૬.૩ ઓવરમાં ૨૬ રન આપીને ૬ વિકેટ લીધી હતી. માર્ચ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર આ પ્લેયર કરીઅરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.