કરીઅરના સંધ્યાટાણે શાકિબ-અલ-હસન પર લાગ્યો શંકાસ્પદ બોલિંગ-ઍક્શનનો આરોપ

06 November, 2024 12:29 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં તેના પર શંકાસ્પદ બોલિંગ-ઍક્શનનો આરોપ લાગ્યો છે

શાકિબ-અલ-હસન

બંગલાદેશનો દિગ્ગજ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ કરીઅરના અંત સમયમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. મર્ડરના આરોપ અને દેશમાં તેની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને કારણે તે સ્વદેશ જવામાં અસમર્થ છે અને હવે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં તેના પર શંકાસ્પદ બોલિંગ-ઍક્શનનો આરોપ લાગ્યો છે. અહેવાલ અનુસાર સપ્ટેમ્બરમાં સમરસેટ સામેની મૅચમાં તેણે સરે ટીમ માટે નવ વિકેટ ઝડપી હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેની બોલિંગ-ઍક્શનને શંકાસ્પદ ગણાવીને આગામી મૅચ પહેલાં તેની પાસે આ બાબતે જવાબ માગ્યો છે. ૨૦૧૦-’૧૧ની સીઝન બાદ પહેલી વાર શાકિબ આ ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યો હતો.

bangladesh england t20 test cricket cricket news sports sports news