T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધારે ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમનાર બૅટર બની ગયો બાબર આઝમ

16 May, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ સામે ૨-૧થી T20 સિરીઝ જીત્યું પાકિસ્તાન

બાબર આઝમની તસવીર

ત્રીજી T20માં ૬ વિકેટથી જીત મેળવી પાકિસ્તાની ટીમે આયરલૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝ ૨-૧થી પોતાને નામે કરી હતી. ૩૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સિરીઝમાં ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમે આ મૅચમાં ૭૫ રનની ઇનિંગ્સ રમીને વિરાટ કોહલીનો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધારે ૩૯મી વાર ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમીને તેણે વિરાટ કોહલી (૩૮ વખત)ને પછાડ્યો હતો. ૫૬ રનની ઇનિંગ્સ રમનાર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ વચ્ચે ૧૩૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. પાકિસ્તાનની આ જોડી T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦થી વધુ રનની પાર્ટનરશિપ કરનાર પ્રથમ જોડી બની છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૯૫ રનની પાર્ટનરશિપ થઈ છે.

T20 ઇન્ટરનૅશનલમાં ૫૦ પ્લસ રનનો સૌથી વધારે સ્કોર 

ક્રિકેટર

૫૦ પ્લસ

બાબર આઝમ

૩૯

વિરાટ કોહલી

૩૮

રોહિત શર્મા

૩૪

મોહમ્મદ રિઝવાન

૨૯

ડેવિડ વૉર્નર

૨૭

 

T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રનની પાર્ટનરશિપ

બૅટ્સમેન

ટીમ

રન

બાબર આઝમ-મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાન

૩૦૯૫

ઍન્ડ્રુ બાલ્બિર્ની-પૉલ સ્ટર્લિંગ

આયરલૅન્ડ

૨૦૪૩

કે.એલ. રાહુલ-રોહિત શર્મા

ભારત

૧૮૯૭

શિખર ધવન-રોહિત શર્મા

ભારત

૧૭૪૩

કેવિન ઓ’બ્રાયન-પૉલ સ્ટર્લિંગ

આયરલૅન્ડ

૧૭૨૦

 

babar azam pakistan t20 international