બાબર આઝમના મજબૂત કમબૅકનો વિશ્વાસ વ્યક્ત કર્યો કૅપ્ટન શાન મસૂદે

04 November, 2024 10:41 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાંથી બહાર થયેલા ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝથી ટીમમાં કમબૅક કરશે. તેના ક્રિકેટ-કરીઅરના ભવિષ્ય વિશે વાત કરતાં ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ

ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાંથી બહાર થયેલા ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝથી ટીમમાં કમબૅક કરશે. તેના ક્રિકેટ-કરીઅરના ભવિષ્ય વિશે વાત કરતાં ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેણે એક રેડિયો પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે બાબર વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનોમાંનો એક છે. ટેસ્ટ-ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બૅટ્સમેનોમાંના એક બનવા માટે તેની પાસે દરેક ગુણવત્તા છે. તે હંમેશાં રૅન્કિંગમાં ટૉપ પર હોય છે અથવા એની આસપાસ હોય છે. કેટલીયે વાર લોકોને બ્રેકની જરૂર હોય છે. મને લાગે છે કે આ બ્રેક તેને ઘણો ફાયદો કરશે અને તે એક મજબૂત પ્લેયર તરીકે પાછો આવશે. તે ઘણું ક્રિકેટ રમ્યો છે અને તે હંમેશાં પાકિસ્તાનના મુખ્ય બૅટ્સમેનોમાંનો એક રહેશે.’

england pakistan babar azam australia test cricket cricket news sports sports news