09 October, 2024 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ પત્ની મેહા પટેલ સાથે બેબી શાવરની તસવીર
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલે હાલમાં સોશ્યલ મીડિયા પર પત્ની મેહા પટેલ સાથેનો બેબી શાવરનો વિડિયો શૅર કરીને ગુડ ન્યુઝ આપ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં અક્ષર પટેલે ડાયટિશ્યન મેહા પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં તેને ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું હતું, પણ T20 સિરીઝ માટે તેને આરામ આપવામાં આવ્યો હતો. આણંદમાં જન્મેલા અક્ષર પટેલે હાલમાં કપિલ શર્માના શોમાં પોતાના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે એવા સંકેત આપ્યા હતા.