10 November, 2024 08:46 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
નવજાત દીકરા, પત્ની અને દીકરી સાથે ટ્રૅવિસ હેડ.
૩૦ વર્ષનો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ હાલમાં બીજી વાર પપ્પા બન્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં મિલા નામની દીકરીને જન્મ આપનાર તેની પત્ની જેસિકા ડેવિસે બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાના નવજાત દીકરાને હૅરિસન જૉર્જ હેડ નામ આપ્યું છે. બીજા સંતાનના જન્મની સંભાવનાઓને કારણે ટ્રૅવિસ હેડે પાકિસ્તાન સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝમાંથી આરામ લીધો હતો. આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ટ્રૅવિસ હેડ ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર બનશે.