આજે ઍડમ ઝૅમ્પા વન-ડે ક્રિકેટમાં મારશે સ્પેશ્યલ સેન્ચુરી

19 September, 2024 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરી ૨૦૧૬માં વન-ડે ડેબ્યુ કરનાર આ ૩૨ વર્ષના ક્રિકેટરે હમણાં સુધી ૧૬૯ વિકેટ લીધી છે

ઍડમ ઝૅમ્પા

આજથી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચની વન-ડે સિરીઝનો રોમાંચ પણ શરૂ થઈ રહ્યો છે. ભારતીય સમય અનુસાર સાંજે પાંચ વાગ્યાથી ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ શરૂ થશે. આ મૅચમાં ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પા કરીઅરની ૧૦૦મી વન-ડે મૅચ રમતો જોવા મળશે. ફેબ્રુઆરી ૨૦૧૬માં વન-ડે ડેબ્યુ કરનાર આ ૩૨ વર્ષના ક્રિકેટરે હમણાં સુધી ૧૬૯ વિકેટ લીધી છે.

બન્ને ટીમ વચ્ચે ૧૫૬ વન-ડે રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયાએ ૮૮ મૅચમાં અને ઇંગ્લૅન્ડે ૬૩ મૅચમાં જીત મેળવી છે, જ્યારે ત્રણ મૅચ નો-રિઝલ્ટ અને બે મૅચ ટાઈ રહી હતી. ઇંગ્લૅન્ડનો નવો વન-ડે કૅપ્ટન લિયામ લિવિંગસ્ટન આ વન-ડે સિરીઝ પહેલાં દુનિયાનો નંબર વન T20 ઑલરાઉન્ડર બન્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની ડ્રૉ T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને ૨૫૩ પૉઇન્ટ સાથે તેણે પહેલું સ્થાન મેળવ્યું છે. ૭ સ્થાનની છલાંગ લગાવીને તેણે ઑસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ (૨૧૧ પૉઇન્ટ)ને પાછળ છોડ્યો હતો. સ્ટોઇનિસ હવે આ લિસ્ટમાં બીજા સ્થાને ગયો છે.

australia england cricket news sports sports news