26 January, 2025 09:16 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન ઍરપોર્ટ પર જોવા મળ્યો કૅપ્ટન સ્ટીવ સ્મિથ.
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવા માટે શ્રીલંકાની ધરતી પર પહોંચી છે. આ સિરીઝની તૈયારી માટે કાંગારૂ ટીમ UAEના દુબઈમાં ટ્રેઇનિંગ કૅમ્પમાં વ્યસ્ત હતી. ૨૯ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે ટેસ્ટ-મૅચ અને બે વન-ડે મૅચ રમાશે. પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની તૈયારી અને એશિયાની પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ ટૂર પર વધુ એક વન-ડે મૅચ ઉમેરી હતી.