23 December, 2024 09:30 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
૭૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને નૅથન મેકસ્વીની બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
ભારત સામે પહેલી ત્રણ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન ફટકારનાર પચીસ વર્ષનો ઓપનર નૅથન મેકસ્વીની છેલ્લી બે ટેસ્ટ પહેલાં ડ્રૉપ થયો છે. ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમમાંથી ડ્રૉપ થતાં જ તેણે બિગ બૅશ લીગની T20 મૅચમાં ફિફ્ટી ફટકારીને ધમાલ મચાવી છે. આ ટુર્નામેન્ટની વર્તમાન સીઝનની ૯મી મૅચ બ્રિસબેનના ગૅબામાં રમાઈ હતી જેમાં તેણે બ્રિસબેન હીટ માટે ૪૯ બૉલમાં ૭૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને ઍડીલેડ સ્ટ્રાઇકર્સે આપેલો ૧૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. ત્રીજા ક્રમે બૅટિંગ કરતાં તેણે ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા છે.