midday

જે સ્ટેડિયમમાં ભારતે તોડ્યો હતો કાંગારૂઓનો ઘમંડ, ઑસ્ટ્રેલિયાનું એ ગૅબા સ્ટેડિયમ થઈ જશે ધ્વસ્ત

27 March, 2025 12:44 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

આ સ્ટેડિયમમાં ૧૯૩૧થી ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે
ગૅબા સ્ટેડિયમ

ગૅબા સ્ટેડિયમ

ઑસ્ટ્રેલિયાના ગૅબા સ્ટેડિયમને ૨૦૩૨માં ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ બાદ ધ્વસ્ત કરવામાં આવશે. ૬૦,૦૦૦ની ક્ષમતાવાળા આ સ્ટેડિયમને તોડીને બ્રિસબેનના વિક્ટોરિયા પાર્કમાં ૬૩,૦૦૦ની ક્ષમતાવાળું નવું અને અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમમાં ભારતે ૨૦૨૧ની બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ૧૯૮૮ બાદ પહેલી વાર ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-મૅચમાં હરાવ્યું હતું. 

ગૅબાના પુનર્નિર્માણ માટે પહેલાં ૨.૭ બિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલરનો ખર્ચ કરવાની યોજના હતી, પણ વધતા ખર્ચ અને કેટલાક વિરોધને કારણે આ યોજના રદ કરીને સરકારે ૩.૮ બિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલર ખર્ચીને નવું સ્ટેડિયમ બનાવવાની યોજના બનાવી છે. આ સ્ટેડિયમમાં ૧૯૩૧થી ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. 

australia gabba sports sports news