28 May, 2021 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસ્ટિન લૅન્ગર
ઑસ્ટ્રેલિયન બાદ હેડ કોચ જસ્ટિન લૅન્ગરને ટકી રહેવા માટે તેની કોચિંગ-સ્ટાઇલ બદલવા માટેની ચેતવણી આપી દેવામાં આવી છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા સીઝનના અંત બાદ કરવામાં આવેલા સર્વેના નીકળેલા તારણ પછી લૅન્ગરને આવો આદેશ આપી દેવામાં આવ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના એક અખબારના અહેવાલ પ્રમાણે દર વર્ષની પરંપરા પ્રમાણે કોચિંગ વિશે ૪૦ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પાસેથી લેવામાં આવેલા ફિડબૅકના આધારે લૅન્ગરને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે સ્ટાઇલ બદલો કાં અમે તમને બદલી નાખીશું.
આ વર્ષની શરૂઆતમાં પ્રમાણમાં બિનઅનુભવી ભારતીય ટીમ સામે ઑસ્ટ્રેલિયન ટીમ જીત નહોતી મેળવી શકી અને હારીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ નહોતી પહોંચી શકી. આ પરાજય બાદ અમુક ખેલાડીઓએ લૅન્ગરની સ્ટાઇલ અને એના વારંવાર બદલાતા મૂડ સામે નારાજગી વ્યક્ત કરી હતી.