ટેસ્ટ-ક્રિકેટની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે MCGમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ રમશે ડે-નાઇટ ટેસ્ટ-મૅચ

12 March, 2025 12:59 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમો વચ્ચે શતાબ્દી ટેસ્ટ-મૅચ પણ ૧૯૭૭માં આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ આ બન્ને મૅચ ૪૫ રનના સમાન માર્જિનથી જીતી હતી.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

ટેસ્ટ-ક્રિકેટની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ૨૦૨૭માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે એક સ્પેશ્યલ ટેસ્ટ-મૅચ રમાશે એ ગયા વર્ષે નક્કી થયું હતું, પણ ગઈ કાલે એની તારીખ સહિતની મહત્ત્વની માહિતીની જાહેરાત કરવામાં આવી છે. આજથી બે વર્ષ બાદ ૨૦૨૭ની ૧૧થી ૧૫ માર્ચ વચ્ચે ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ડે-નાઇટ ટેસ્ટ-મૅચ રમાશે. આ ઐતિહાસિક મૅચ MCGની પહેલી મેન્સ પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ બનશે. આ ઐતિહાસિક MCG સ્ટેડિયમમાં ૧૮૭૭માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ-મૅચ રમાઈ હતી. આ બન્ને ટીમો વચ્ચે શતાબ્દી ટેસ્ટ-મૅચ પણ ૧૯૭૭માં આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ આ બન્ને મૅચ ૪૫ રનના સમાન માર્જિનથી જીતી હતી.

melbourne australia england cricket news sports news sports