અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ યોજશે ચેરિટી ઈવેન્ટ: MS ધોની, વિરાટ કોહલી જેવા અનેક ક્રિકેટરો આપશે હાજરી

03 August, 2024 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Athiya Shetty and KL Rahul Charity Event: આ ઑક્શનમાં સ્પોર્ટ્સ જગતના આઇકોન્સ તેમનું ખૂબ જ પ્રિય કંઈક વસ્તુ દાન કરશે અને આ ફાઉન્ડેશન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી તેમની સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી શાળાના બાળકો સાથે

બૉલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ (Athiya Shetty and KL Rahul Charity Event) સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલમાંથી એક છે. તાજેતરમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ સાથે મળીને વિપ્લા ફાઉન્ડેશન માટે ફંડ રેઝિંગ કરવા માટે કેટલાક મોટા અને જાણીતા ક્રિકેરો સાથે હાથ મિલાવ્યા છે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી આ ક્રિકેટરો સાથે મુંબઈના બીકેસીમાં આવેલી તેમની વિશેષ બાળકોની શાળા ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’ માટે ભંડોળ જમા કરવા માટે સામેલ થયા છે.

અથિતા શેટ્ટી અને કેએલ રાહુલના આ ચેરિટિ ઈવેન્ટમાં ભારતના જાણીતા ક્રિકેટર રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, ઋષભ પંત, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા સહિત ઇન્ડિયન પ્રીમિયર લીગની લખનઉ સુપર જાયન્ટ્સની (Athiya Shetty and KL Rahul Charity Event) ટીમ પણ સામેલ થવાની છે. ભારતના ખેલાડીઓ સહિત વિદેશી ખેલાડીઓ પણ આ ચેરિટિ માટે રાહુલ અને અથિયા સાથે આવ્યા છે. આ ક્રિકેટરોમાં જૉસ બટલર, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન પણ જોડાયા છે. રાહુલ અને અથિયા દ્વારા એક ખાસ ક્રિકેટ ઑક્શન (હરાજી) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઑક્શનમાં સ્પોર્ટ્સ જગતના આઇકોન્સ તેમનું ખૂબ જ પ્રિય કંઈક વસ્તુ દાન કરશે અને આ ફાઉન્ડેશન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.

વિશેષ બાળકોને મદદ કરતી પોતાની સંસ્થા બાબતે વાત કરતાં અથિયાએ (Athiya Shetty and KL Rahul Charity Event) કહ્યું, “વિપ્લા ફાઉન્ડેશન મારા બાળપણનો મહત્ત્વ પૂર્ણ ભાગ રહ્યો છે. મેં શાળાના અનેક દિવસોમાં બાળકોને ભણાવ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો છે. આ હરાજી દ્વારા, હું મારી નાનીનો વારસો ચાલુ રાખવાની આશા રાખું છું, જેમણે સાંભળવાની ક્ષતિ અને બૌદ્ધિક વિકલાંગ બાળકોની જરૂરિયાતો પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે વિપ્લા ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી.”

આ સાથે કેએલ રાહુલે કહ્યું કે “શાળાની મારી પ્રથમ મુલાકાત ખૂબ જ ભાવુક હતી અને બાળકોએ મને આ મહાન પહેલમાં ફાળો આપવા માટે પ્રેરિત કરી જે અથિયાના પરિવારનો ભાગ છે. હરાજી એ અવિશ્વસનીય કાર્યને ટેકો આપવાનો અમારો માર્ગ છે જે વિપ્લા ફાઉન્ડેશન (Athiya Shetty and KL Rahul Charity Event) બાળકોને શિક્ષણનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા માટે કરે છે. જ્યારે હું ક્રિકેટ સમુદાય સુધી પહોંચ્યો, ત્યારે તેઓ આ મહાન હેતુ માટે તેમની કિંમતી ક્રિકેટ વસ્તુઓનું દાન કરવામાં એટલા જ સહાયક હતા. હરાજીમાં ભાગ લઈને અને યાદગાર વસ્તુઓ માટે બોલી લગાવીને, દરેક બિડર આ ખરેખર ખાસ બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા અમારી સાથે જોડાઈ રહ્યા છે.” 

kl rahul athiya shetty ms dhoni virat kohli cricket news sports sports news