03 October, 2023 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કબડ્ડી ટીમ
કબડ્ડી ભારતની રમત છે અને એમાં વર્ષોથી ભારતીયોનો ઇજારો રહ્યો છે, પરંતુ ગઈ કાલે એશિયન ગેમ્સમાં ચાઇનીઝ તાઇપેઇએ મહિલાઓની ગ્રુપ ‘અે’ની મૅચ ૩૪-૩૪થી ડ્રૉ કરવાની ભારતને ફરજ પાડી હતી. છેલ્લી રેઇડમાં તાઇપેઇની ટીમને બોનસ મળતાં મૅચ ડ્રૉમાં ગઈ હતી. ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમને ઈરાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
હવે આજે ભારતની મહિલાઓ સાઉથ કોરિયા સામે રમશે, જ્યારે મેન્સમાં ભારત ગ્રુપ ‘એ’માં બંગલાદેશ સામે રમશે.