07 September, 2023 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હેડ-કોચ જોનથન ટ્રૉટ
ડેવિડ બૂન મંગળવારે શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચેની ડુ ઑર ડાય જેવી એશિયા કપની મૅચ માટેના મૅચ-રેફરી હતા અને અફઘાનિસ્તાન જરાક માટે સુપર-ફોરમાં ક્વૉલિફાય થતાં રહી ગયું એ માટે એના હેડ-કોચ જોનથન ટ્રૉટે બૂનને દોષી ઠરાવતાં કહ્યું કે તેમણે અમારી ટીમને જીતવા માટે જરૂરી તમામ ૬ વિકલ્પ કેમ નહોતા કહ્યા?’
શ્રીલંકાએ અફઘાનને ૨૯૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટ્રૉટે કહ્યું કે ‘અમને એટલું જ કહેવાયું હતું કે અમારે ક્વૉલિફાય થવા ૨૯૨ રન ૩૭.૧ ઓવરમાં બનાવવાના છે.’ અફઘાનની ટીમ ૩૭.૪ ઓવરમાં ૨૮૯ના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે ૮ વિકેટે ૨૯૧ રન બનાવનાર શ્રીલંકાને નેટ રનરેટના આધારે પાછળ રાખવા અફઘાનની ટીમ ૩૭.૨ ઓવરમાં ૨૯૩ રન કે ૩૭.૩ ઓવરમાં ૨૯૪ રન કે ૩૭.૫ ઓવરમાં ૨૯૫ રન કે ૩૮ ઓવરમાં ૨૯૬ રન અથવા ૩૮.૧ ઓવરમાં ૨૯૭ રન બનાવી શકી હોત. જોકે ક્રિકેટજગતમાં ચર્ચા છે કે અફઘાનની ટીમે પોતાની રીતે પણ કૅલ્ક્યુકેશન્સ કરીને જીતવા માટેના તમામ વિકલ્પ તપાસી રાખવા જોઈતા હતા.