રાહુલનું અચાનક ધોની જેવું સ્ટમ્પિંગ

14 September, 2023 02:10 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

મંગળવારે કુલદીપ યાદવ સાથે મળીને સ​દીરાને જાળમાં બરાબરનો ફસાવ્યો

છે ને બન્નેમાં સામ્ય!

કે. એલ. રાહુલ સર્જરી પછીના કમબૅકમાં સોમવારે પાકિસ્તાન સામે અણનમ ૧૧૧ રનની અને મંગળવારે શ્રીલંકા સામે ૩૯ રનની ઇનિંગ્સ રમ્યો એ ઉપરાંત તેણે વિકેટકીપિંગમાં પણ કાબિલેદાદ પર્ફોર્મ કર્યું હતું. ખાસ કરીને ૧૭ રન બનાવનાર સદીરા સમરવિક્રમાને તેણે જે ચીલઝડપથી સ્ટમ્પ-આઉટ કર્યો એનાથી તેના ચાહકો ખૂબ ખુશ થયા છે. ખરેખર તો કુલદીપ યાદવ અને રાહુલે સદીરાને જાળમાં આબાદ ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં રાહુલના આ શિકારને મહેન્દ્રસિંહ ધોનીના કેટલાક શિકાર સાથે સરખાવવામાં આવ્યો હતો. પ્રેમ દોશી નામના રાહુલના ફૅને ટ‍્વિટર પર લખ્યું હતું કે ‘કે. એલ. રાહુલ અચાનક જ ધોનીની જેમ સ્ટમ્પિંગમાં વિકેટ અપાવવા લાગ્યો છે.’ બીજા એક ચાહકે લખ્યું હતું કે ‘કે. એલ. આર.માં અચાનક જ ધોની જેવી ચીલઝડપ જોવા મળી.’

indian cricket team kl rahul ms dhoni mahendra singh dhoni sports sports news cricket news asia cup