કોહલી-રોહિત નહીં, આ બે ખેલાડી છે ખતરનાક બૅટ્સમેન- અશ્વિન

16 September, 2024 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ashwin on toughest batsman in the world Cricket: અશ્વિને એવા બે બેટ્સમેનના નામ જણાવ્યા છે જેને તે વિશ્વ ક્રિકેટના સૌથી મુશ્કેલ બેટર માને છે.

રવિચંદ્રન અશ્વિન (ફાઈલ તસવીર)

Ashwin on toughest batsman in the world Cricket: અશ્વિને એવા બે બેટ્સમેનના નામ જણાવ્યા છે જેને તે વિશ્વ ક્રિકેટના સૌથી મુશ્કેલ બેટર માને છે.

ભારતના દિગ્ગજ ઑફ સ્પિનર અશ્વિન (Ashwin)એ એવા બે બેટરના નામની જાહેરાત કરી છે જેને તે વિશ્વ ક્રિકેટના સૌથી ખતરનાક બૅટર માને છે. જેની સામે બૉલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ છે. અશ્વિને પોતાના કરિઅરના સૌથી મુશ્કેલ બૅટરનું નામ જણાવ્યું છે. વિમલ કુમારના યૂ-ટ્યૂબ પર વાત કરતા અશ્વિને બે બૅટરના નામનો ખુલાસો કર્યો છે. અશ્વિને વિશ્વ ક્રિકેટના સૌથી મુશ્કેલ બૅટર તરીકે ઈંગ્લેન્ડના જો રૂટ અને સ્ટીવ સ્મિથનું નામ લીધું છે. બન્નેને અશ્વિન સૌથી મુશ્કેલ બૅટર માને છે જેમની સામે બૉલિંગ કરવી તેને માટે હંમેશા મોટો પડકાર હોય છે.

તો, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમને વિરાટ કોહલી અને રોહિત, મુશ્કેલ બૅટર નથી લાગતા? આ પ્રશ્નનો જવાબ આપતા અશ્વિને કહ્યું કે, "મેં તેમની સામે નેટ્સ પર બૉલિંગ કરી છે અને અનેકવાર આઉટ કર્યા છે. તમે તો જોયું છે." 

તમને જણાવી દઈએ કે હાલના સમયમાં ખાસ કરીને જો રૂટ સતત રન બનાવી રહ્યો છે. રૂટ ટેસ્ટ મેચોમાં જબરદસ્ત ફોર્મમાં છે. જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 34 સદી ફટકારી છે. ટેસ્ટમાં અત્યાર સુધી 12402 રન બનાવ્યા છે. રૂટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં તે વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના સચિનના રેકોર્ડને તોડી શકે છે. (જો રૂટ કારકિર્દી આંકડા, સ્ટીવ સ્મિથ કારકિર્દી આંકડા)

ઈંગ્લેન્ડની ટીમ હવે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં રૂટના પ્રદર્શન પર સૌની નજર રહેશે. રૂટ વર્તમાન ફેબ 4માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. સ્ટીવ સ્મિથે 32, કેન વિલિયમસને 32 અને કોહલીએ 29 સદી ફટકારી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ પહેલા ભારતના સ્ટાર ઓફ સ્પિનર ​​આર અશ્વિને પોતાની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને સ્પષ્ટ કર્યું છે કે તે ક્રિકેટમાંથી ત્યારે જ નિવૃત્તિ લેશે જ્યારે તેને હવે તેની રમત સુધારવાની ઈચ્છા નહીં હોય.

અશ્વિને બાંગ્લાદેશ સામેની ભારતની હોમ ટેસ્ટ સિરીઝ પહેલા તેની યુટ્યુબ ચેનલ પર એક પ્રશ્નના જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે નિવૃત્તિ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેના બદલે, નિવૃત્તિનો નિર્ણય તેની વ્યક્તિગત પ્રેરણા અને કામગીરી પર નિર્ભર રહેશે.

રવિચંદ્રન અશ્વિનની ગણતરી ભારતના મહાન ખેલાડીઓમાં થાય છે. અશ્વિનના કેરમ બોલથી બચવું કોઈપણ બેટ્સમેન માટે આસાન નથી. ભારતીય પરિસ્થિતિઓમાં તેની બોલિંગનો કોઈ મુકાબલો નથી. તે છેલ્લા એક દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે. બાંગ્લાદેશ સિરીઝમાં પણ અશ્વિનની ભૂમિકા મહત્વની રહેશે.

ravichandran ashwin virat kohli rohit sharma joe root steve smith cricket news sports news sports