25 January, 2025 12:16 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહ
ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં શૅર કરેલા એક વિડિયોમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલની માફી માગી હતી. ઇંગ્લૅન્ડ સામે કલકત્તામાં બે વિકેટ લઈને તે યુઝવેન્દ્ર ચહલ (૯૬ વિકેટ)ને પછાડીને T20 ઇન્ટરનૅશનલમાં ભારતનો હાઇએસ્ટ વિકેટટેકર બન્યો છે.
પચીસ વર્ષના અર્શદીપે ૬૧ મૅચમાં ૮.૨૪ની ઇકૉનૉમીથી ૯૭ વિકેટ ઝડપી છે. યુઝવેન્દ્ર ચહલનો આ સૌથી મોટો રેકૉર્ડ તોડવા બદલ અર્શદીપ સિંહે મસ્તી-મજાકના માહોલ વચ્ચે વિડિયોમાં તેની માફી માગી હતી. આજે ચેન્નઈમાં બીજી T20 મૅચ દરમ્યાન વધુ ત્રણ વિકેટ લઈને અર્શદીપ સિંહ T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે ૧૦૦ વિકેટ લેનાર પહેલો બોલર બની શકે છે.