23 November, 2024 09:32 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
આકિબ જાવેદ
પાકિસ્તાનના લિમિટેડ ઓવર્સના વચગાળાના હેડ કોચ અને સિનિયર સિલેક્ટર આકિબ જાવેદે હાલમાં મીડિયાને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૨૦ વર્ષથી કોચિંગ કરી રહ્યો છું અને એક કોચ જ ટીમમાં સારું વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે. કેવા પ્રકારનું ક્રિકેટ રમવું જોઈએ અને તૈયારી કેવી રીતે કરવી એ વિશે સ્પષ્ટ સંદેશ કોચ જ આપી શકે છે, પરંતુ અંતે કૅપ્ટન અને ખેલાડીઓએ મેદાન પર જ વિજય હાંસલ કરવાનો હોય છે. અત્યારે અમે ચૅમ્પિયન્સ ટ્રોફી સુધી વન-ડે ટીમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.’
તેણે એ ચર્ચાને નકારી કાઢી હતી કે જ્યારથી તે સિનિયર સિલેક્ટર બન્યો છે ત્યારથી અનુભવી બૅટ્સમૅન બાબર આઝમ અને કેટલાક અન્ય પ્લેયર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે હવે સિલેક્ટર્સ ઘણા યુવા અને નવા પ્લેયર્સને તક આપી રહ્યા છે, કારણ કે આગામી સમયમાં પ્લેયર્સનો મોટો સમૂહ પાકિસ્તાનને વધુ વિકલ્પો આપશે.