15 July, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપ્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ ફોટો શૅર કરીને અનંતને એક રિક્વેસ્ટ કરતાં લખ્યું હતું કે ‘રાધિકા, તારું સ્મિત ક્યારેય ઓછું ન થાય! અનંત, મહેરબાની કરીને રાધિકાની એ જ પ્રેમ અને દયા સાથે કાળજી રાખવી ચાલુ રાખજે જે તું તારી આસપાસની દરેક વ્યક્તિ માટે રાખે છે. તમારું લગ્નજીવન ખુશીઓ, હાસ્યથી અને ઉત્સાહથી ભરપૂર રહે.’