વિરાટ અને અનુષ્કાની દીકરીનું અમૂલે અનોખા અંદાજમાં કર્યું સ્વાગત

13 January, 2021 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિરાટ અને અનુષ્કાની દીકરીનું અમૂલે અનોખા અંદાજમાં કર્યું સ્વાગત

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા (ફાઈલ તસવીર)

11 જાન્યુઆરીએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ દીકરીને જન્મ આપતા ચારેય તરફ ખુશીનો માહોલ છે. ફૅન્સ, સાથી ખેલાડીઓ, પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝ દરેક જણ દંપતીના ઘરે લક્ષ્મી જન્મી હોવાની શુભેચ્છાઓ આપી રહ્યાં છે. અનેક કંપનીઓએ પણ દંપતીને શુભેચ્છા આપી છે. ત્યારે ઈન્ડિયાની જાણીતી કંપની અમૂલે તેના આગવા અંદાજમાં શુભેચ્છા આપી છે અને દીકરીનું વૅલકમ પણ કર્યું છે.

દીકરીના જન્મના સમાચાર વિરાટ કોહલીએ પોતે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા હતા. ત્યારથી બધા જ તેમને શુભેચ્છા આપી રહ્યાં છે. અમૂલ તેના કાર્ટૂન માટે બહુ પ્રખ્યાત છે. આ વખતે પણ તેણે કાર્ટૂન બનાવીને જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પ્રથમ સંતાનના જન્મની શુભેચ્છા આપી છે. અમૂલે ટ્વીટર પર કાર્ટૂન શૅર કરવાની સાથે લખ્યું છે કે, આ ડિલેવરીએ તો બોલ્ડ કરી દીધા. ઘરમાં તેનું સ્વાગત છે.

તમને જણાવી દઈએ કે અમૂલે આ પહેલા પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને શુભેચ્છાઓ આપી હતી. જ્યારે તેમણે માતા-પિતા બનવાના છે તેવી જાહેરાત કરી ત્યારે પણ કાર્ટૂન બનાવીને શુભેચ્છા આપી હતી.

આ પણ વાંચો: મા બનતા પહેલા અનુષ્કાએ મૂકી હતી આ શરત, હવે કોહલીના જીવનમાં થશે આ ફેરફાર

જોકે, દંપતીએ હજી સુધી બાળકીનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ નથી કર્યો. પરંતુ સહુ કોઈ તેની તસવીરોની રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન અનેક ફેક તસવીરો વાયરલ થઈ છે.

sports sports news cricket news virat kohli anushka sharma virat anushka