ન્યુ ઝીલૅન્ડ સામે વૉશિંગ્ટન સુંદરની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

21 October, 2024 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સિરીઝ બાદ ભારતની ઑસ્ટ્રેલિયા ટૂરને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટનને ફરી એક વાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વૉશિંગ્ટન સુંદર

ન્યુ ઝીલૅન્ડ સામેની બાકીની બે ટેસ્ટ મૅચ માટે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી ટેસ્ટમાં ૮ વિકેટે મળેલી હાર બાદ સિલેક્ટર્સે આ નિર્ણય લીધો છે. હાલમાં દિલ્હી સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મૅચમાં તામિલનાડુ માટે તે ૧૫૨ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. પચીસ વર્ષના આ ક્રિકેટરે ત્યાર બાદ પોતાને ટીમમાં ટૉપ ઑર્ડરની બૅટિંગ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૧માં ગાબા ખાતે ઑસ્ટ્રેલિયા સામે ભારતની ઐતિહાસિક જીતમાં વૉશિંગ્ટને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ન્યુ ઝીલૅન્ડ સિરીઝ બાદ ભારતની ઑસ્ટ્રેલિયા ટૂરને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટનને ફરી એક વાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

sports news sports new zealand cricket news test cricket