13 August, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક નિયમિત સ્ટાર્સ પાંચ સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં રમશે, જેનું આયોજન ભારતીય બોર્ડે બૅન્ગલોરમાં કર્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એમાં રમવા વિશે પોતાનો નિર્ણય લેશે; પરંતુ રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ એમાં રમે એવી અપેક્ષા છે. ભારત બંગલાદેશ સામે ૧૯ સપ્ટેમ્બરથી ચેન્નઈમાં અને ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરમાં ટેસ્ટમૅચ રમશે.
જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિન આ સિરીઝમાં સીધા જ ટીમ સાથે જોડાશે. સિલેક્ટર્સ રિષભ પંતને દુલીપ ટ્રોફીમાં રમતો જોવા માગે છે. સર્જરી બાદ સ્વસ્થ થઈ રહેલો બોલર મોહમ્મદ શમી આ ટુર્નામેન્ટમાં નહીં રમે. દુલીપ ટ્રોફીમાં ચાર ટીમ ભાગ લેશે જેને ઇન્ડિયા A, ઇન્ડિયા B, ઇન્ડિયા C અને ઇન્ડિયા Dમાં વહેંચવામાં આવશે. ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સ આ ટીમો માટે ખેલાડીઓની પસંદગી કરશે.