03 December, 2024 09:52 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
અલ્લાહ ગઝનફર
અફઘાનિસ્તાનના ૧૮ વર્ષના સ્પિનર અલ્લાહ ગઝનફરે બે અલગ-અલગ ટુર્નામેન્ટમાં ત્રણ દિવસમાં ચાર મૅચ રમી છે. ગઝનફર ૨૯ નવેમ્બરે અન્ડર-19 એશિયા કપમાં બંગલાદેશ સામે અફઘાનિસ્તાન તરફથી રમ્યો, ૩૦ નવેમ્બરે અબુ ધાબી T10 લીગમાં અબુ ધાબી ટીમ માટે રમ્યો અને પહેલી ડિસેમ્બરે તેણે બન્ને ટુર્નામેન્ટની એક-એક મૅચ રમી હતી. બન્ને ટુર્નામેન્ટ UAEમાં રમાઈ રહી છે. આ દરમ્યાન તેણે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં મૅચ રમી હતી.
IPL મેગા ઑક્શનમાં ૪.૮ કરોડ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવેલા આ પ્લેયરે ત્રણ દિવસમાં પાંચ વિકેટ પણ ઝડપી છે. ચારમાંથી ત્રણ મૅચમાં તેની ટીમની હાર થઈ છે.