06 November, 2024 11:55 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ
આજથી UAEમાં અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે. બન્ને ટીમ છેલ્લે વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ઑક્ટોબર ૨૦૨૩માં ધરમશાલામાં વન-ડે મૅચ રમી હતી. બન્ને ટીમ વચ્ચે ત્રણ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાં બંગલાદેશે બે સિરીઝ અને અફઘાનિસ્તાને ૨૦૨૩માં પહેલી વન-ડે સિરીઝ જીતી હતી. જોકે ત્રણ-ત્રણ મૅચની ત્રણ વન-ડે સિરીઝમાં તેઓએ ૨-૧થી જીત મેળવી હતી એટલે કે આ વન-ડે સિરીઝમાં બન્ને ટીમ પાસે એકબીજા સામે પહેલી વાર ક્લીન સ્વીપ કરવાની તક છે. અફઘાનિસ્તાનનું નેતૃત્વ હશમતુલ્લાહ શાહિદી કરશે, જ્યારે બંગલાદેશે સતત ત્રણ ઇન્ટરનૅશનલ સિરીઝ હાર્યા બાદ પણ નઝમુલ હુસેન શાંતોને કૅપ્ટન તરીકે જાળવી રાખ્યો છે.
બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થનારી આ મૅચ ફૅનકોડ ઍપ પર જોઈ શકાશે.
વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૬
બંગલાદેશની જીત ૧૦
અફઘાનિસ્તાનની જીત ૦૬