05 October, 2025 09:57 AM IST | Sharjah | Gujarati Mid-day Correspondent
બંગલાદેશે અફઘાનીઓને પહેલી બે T20 મૅચમાં માત આપી છે
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના શારજાહમાં સતત બે દિવસમાં અફઘાનિસ્તાન સામે વિજય નોંધાવીને બંગલાદેશે ૩ મૅચની T20 સિરીઝમાં ૨-૦થી અજેય જીત મેળવી છે. બંગલાદેશે પહેલી મૅચ ૪ વિકેટે અને બીજી મૅચ બે વિકેટે જીતી હતી. બંગલાદેશે અનુક્રમે ૧૪૮ અને ૧૫૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને વિજય મેળવ્યો હતો. બન્ને ટીમ વચ્ચે આજે ત્રીજી મૅચ રમાશે ત્યારે બંગલાદેશની નજર ક્લીન સ્વીપ પર રહેશે. T20 એશિયા કપની ગ્રુપ-મૅચ સહિત બંગલાદેશે અફઘાનીઓને સતત ત્રીજી T20 મૅચમાં માત આપી છે.
બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૨૦૧૮ની પહેલી T20 સિરીઝમાં અફઘાની ટીમે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. ૨૦૨૨ની બીજી સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી, જ્યારે ૨૦૨૩ની બે મૅચની સિરીઝ બંગલાદેશે ૨-૦થી જીતી હતી. બંગલાદેશની આ હરીફ ટીમ સામે સતત બીજી T20 સિરીઝ જીત છે.