સતત બે મૅચ જીતીને ઇમર્જિંગ એશિયા કપની સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી ઇન્ડિયા-A ટીમે

22 October, 2024 09:36 AM IST  |  UAE | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે સાત વિકેટે જીત મેળવી ઇન્ડિયા-A ટીમ મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. UAEની ટીમ પહેલાં બૅટિંગ કરીને ૧૬.૫ ઓવરમાં ૧૦૭ રને ઑલઆઉટ થઈ હતી.

અભિષેક શર્માએ માત્ર ૨૪ બૉલમાં આક્રમક ૫૮ રન બનાવ્યા હતા

ગઈ કાલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે સાત વિકેટે જીત મેળવી ઇન્ડિયા-A ટીમ મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. UAEની ટીમ પહેલાં બૅટિંગ કરીને ૧૬.૫ ઓવરમાં ૧૦૭ રને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ભારતીય ટીમે ૧૦.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૧૧ રન ફટકારીને સતત બીજી જીત નોંધાવી હતી. આ પહેલાં ઇન્ડિયા-A ટીમે પાકિસ્તાનને સાત રને હરાવ્યું હતું. ગ્રુપ Bમાં  ૪ પૉઇન્ટ અને નેટ રન-રેટ + ૨.૪૬૦ સાથે ઇન્ડિયા-A પહેલા નંબરે છે, જ્યારે પાકિસ્તાન બે મૅચમાં એક જીત સાથે બીજા ક્રમે છે. ગ્રુપ Aમાં ટૉપ-ટૂમાં પહોંચવા રસાકસીનો મહોલ છે. 

ગઈ કાલની મૅચમાં ઓપનર અભિષેક શર્માએ માત્ર ૨૪ બૉલમાં ૨૪૧.૬૬ના સ્ટ્રાઇક-રેટથી ૫૮ રન બનાવીને ટીમની જીત સરળ બનાવી દીધી હતી. તેણે કૅપ્ટન તિલક વર્મા (૨૧ રન) સાથે બીજી વિકેટ માટે ૭૩ રનની ઇન્ડિયા-A માટેની હાઇએસ્ટ પાર્ટનરશિપ કરી હતી. એક ઇનિંગ્સમાં અભિષેક શર્માએ ૪૮ રન માત્ર બાઉન્ડ્રી ફટકારીને જ બનાવ્યા હતા. તેણે ઇન્ડિયા-A માટે તેના ગુરુ યુવરાજ સિંહે (૩૪ રન) બનાવેલો આ રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો હતો. બોલર રસિખ સલામ બે ઓવરમાં ૧૫ રન આપી ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

૨૩ ઑક્ટોબરે ઇન્ડિયા-A ટીમ ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ ઓમાન સામે રમશે. પચીસ ઑક્ટોબરે સેમી ફાઇનલ અને ૨૭ ઑક્ટોબરે ફાઇનલનો જંગ જામશે.

united arab emirates india indian cricket team tilak varma abhishek sharma asia cup cricket news sports news sports