હવે અન્ડર-19 મહિલા T20 એશિયા કપની થશે શરૂઆત

12 September, 2024 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ACCના પ્રમુખ જય શાહે જાહેરાત કરી હતી

ફાઇલ તસવીર

મલેશિયામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ગઈ કાલે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ACCના પ્રમુખ જય શાહે જાહેરાત કરી હતી કે યુથ T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે દર બે વર્ષે અન્ડર-19 મહિલા T20 એશિયા કપનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટનો ઉદ્દેશ એશિયાની ઊભરતી મહિલા ક્રિકેટરોને ઇન્ટરનૅશનલ મંચ પર સ્પર્ધા કરવાની તક આપીને મૂલ્યવાન અનુભવ પ્રદાન કરવાનો છે જે આખરે એશિયન ટીમોને વિશ્વ મંચ પર વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે.

asia cup t20 t20 world cup cricket news sports sports news jay shah