05 February, 2025 09:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
BCCI અવૉર્ડ દરમ્યાનનો ત્રણેય ભારતીય યંગ ક્રિકેટર્સનો આ ફોટો થયો હતો વાઇરલ.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતના ઘણા યુવા ક્રિકેટર્સ પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લે વાનખેડે સ્ટેડિયમમાં ધમાલ મચાવનાર અભિષેક શર્મા ઉપરાંત બે અન્ય યુવા પ્લેયર્સ યશસ્વી જાયસવાલ અને શુભમન ગિલ પણ ક્રિકેટમાં પોતાની છાપ છોડી રહ્યા છે. અભિષેકને ગિલ અને જાયસવાલ સાથેની સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે ક્યારેય કોઈ સ્પર્ધા રહી નથી. અમે અન્ડર-16થી સાથે રમી રહ્યા છીએ. અમારું ફક્ત એક જ સ્વપ્ન હતું - ભારત માટે રમવાનું. અમે ત્રણેય હવે રમી રહ્યા છીએ, એથી આનાથી સારી લાગણી બીજી કોઈ હોઈ શકે નહીં.’