19 November, 2023 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન
આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો શરૂ થાય એ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં હવન યોજાશે અને ભારત વર્લ્ડ કપ જીતી જાય એ માટે હનુમાનજીદાદાની પૂજા-પ્રાર્થના કરાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પાછળની સાઇડે આવેલા હનુમાન મંદિરના ઈશ્વરદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા ભારતીય ખેલાડીઓને વિજયી ભવઃના હનુમાનજીદાદાના આશીર્વાદ છે. ખેલાડીઓ મૅચ જીતીને ભારતનું નામ રોશન કરે. આ વખતે બધા એવું સરસ રમ્યા છે કે એકેય મૅચ હાર્યા નથી અને હવે ક્રિકેટજગતમાં આવો પહેલો અવસર છે કે ભારત ફાઇનલ મૅચ જીતી જાય તો એ એક રેકૉર્ડ બનશે. બધા ભારતીય ખેલાડીઓને શુભકામના. બધા સાધુસંતોના આશીર્વાદ છે કે આપણી ટીમ જીતે. અમે સવારે પૂજા કરીને હવન કરીશું અને ત્યાર બાદ બપોરે પણ પ્રાર્થના કરીશું.’