04 February, 2019 07:19 PM IST |
એન્જેલો પરેરા એક જ મેચમાં ફટકારી 2-2 બેવડી સદી.
શ્રીલંકાના ક્રિકેટર એન્જેલો પરેરાએ એવું કામ કરીને બતાવ્યું છે કે જે દુનિયાના મોટા-મોટા ક્રિકેટર્સ પણ નથી કરી શક્યા. એન્જેલો પરેારએ જે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તે તેમના પહેલા દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિ કરી શક્યો હતો. એન્જેલો પરેરાએ એક મેચમાં બે-બે ડબલ સદી મારવાની કમાલ કરી છે. લગભગ બસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં આવું ફક્ત બીજીવાર થયું છે. એન્જેલો પરેરાએ આ કારનામું નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ અને સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબની વચ્ચે રમવામાં આવેલી ચાર દિવસની મેચમાં કરી બતાવ્યું.
ફક્ત બીજીવાર થયું આવું
એન્જેલો પરેરા પહેલા વર્ષ 1938માં આર્થર ફેગે કેન્ટ માટે બેટિંગ કરતી વખતે એસેક્સ વિરુદ્ધ એક મેચની બંને ઇનિંગ્સમાં 244 અને 202*ની ઇનિંગ્સ રમી હતી. હવે એન્જેલો પરેરાએ આ કારનામું કરી બતાવ્યું છે.
એન્જેલો પરેરાએ આ કારનામું 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી કોલંબોમાં સુપર 8 પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ટાયર એમાં કર્યું. આ પ્રથમ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નક્કી કરેલા સમય દરમિયાન નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ અને સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે ચાર દિવસીય મેચ રમવામાં આવી. નોન્ડેસ્ક્રિપ્ટ્સે પહેલા બેટિંગ કરી અને ક્લબ તરફથી એન્જેલો પરેરાએ સૌથી વધુ 201 રન બનાવ્યા.
આ પણ વાંચો: IND VS NZ:પાંચમી વન ડે જીતવાની સાથે 4-1થી સિરીઝ જીત્યું ભારત
નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્લબના 444ના સ્કોરના જવાબમાં સિંહલી ક્લબની ટીમ 480 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ આગામી ઇનિંગ્સમાં જે થયું, તે બંને ટીમો તો શું, કોઈએ વિચાર્યું પણ ન હતું. બીજી ઇનિંગમાં પણ એન્જેલો પરેરાએ 268 બોલ્સમાં 231 રન ફટકારી દીધા. આ સાથે જ કોઇપણ પ્રથમ શ્રેણીની મેચમાં પરેરા બે ડબલ સદી ફટકારનારા લગભગ બસો વર્ષોના ક્રિકેટ ઇતિહાસના બીજા બેટ્સમેન બની ગયા.