30 July, 2019 11:38 AM IST | બ્રાઇટન
એલિસ પેરી
ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક હાજર રન અને સો વિકેટ લેનારી ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર એલિસ પેરી પહેલી મહિલા ક્રિકેટર બની છે. મહિલા ઍશિઝ ટૂરની બીજી ટી૨૦ મૅચમાં ઑસ્ટ્રેલિયાની પેરીના ૪૭ રન અને કૅપ્ટન મેગ લેનિંગના ૪૩ રનની અણનમ ભાગીદારીથી તેમણે ઇંગ્લૅન્ડને રવિવારે સાત વિકેટથી હરાવ્યું હતું. પેરીએ ગયા વર્ષે નવેમ્બરમાં વિશ્વ ટી૨૦ ફાઇનલમાં ઇંગ્લૅન્ડની નેટ સ્કિવરને આઉટ કરીને ૧૦૦મી વિકેટ મેળવી હતી. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રવિવારે અણનમ ૪૭ રનની ઇનિંગ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફૉર્મેટમાં એક હજાર રન પૂરા કરવામાં સફળ રહી હતી. આ વિશે પેરીએ કહ્યું હતું કે ‘એ સારી વાત છે, પરંતુ મને એ વિશે જાણ નહોતી. મારા મત મુજબ આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં અમે પણ પુરુષો જેટલી જ મૅચ રમીએ છીએ. આથી હું સોથી વધુ મૅચ રમી હોવાથી એક હજાર રનનો આંકડો પાર કરી શકી છું.’
આ પણ વાંચો : 400 મીટરની હર્ડલ્સમાં 16 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો દલિલાહ મોહમ્મદે
૧૦૪ વર્લ્ડ ટી૨૦માં પેરીએ ૧૦૦૫ રન અને ૧૦૩ વિકેટ લીધી છે. તેનો અત્યાર સુધી અણનમ ૫૫ રનનો સ્કોર છે અને ૪/૧૨નો બોલિંગ સ્કોર છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (૧૪૧૬ રન અને ૯૮ વિકેટ) અને બંગલા દેશના શાકિબ અલ હસન (૧૪૭૧ રન અને ૮૮ વિકેટ)ના રેકૉર્ડને પેરી નજીકના ભવિષ્યમાં તોડી શકે છે.