દિલ્હી સામે મુંબઈને સપોર્ટ કરવા માટે NGOનાં ૨૦,૦૦૦ બાળકો પહોંચશે વાનખેડે સ્ટેડિયમ

30 March, 2024 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં મુંબઈના અલગ-અલગ NGOનાં ૨૦,૦૦૦થી વધુ બાળકો હાર્દિક પંડ્યાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહેશે

મુંબઈ ઇન્ડિયન્સ

૧૭મી સીઝનમાં નવા કૅપ્ટન સાથે પ્રથમ જીત મેળવવા તરસી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૭ એપ્રિલે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ફૉર ઑલ (ESA) દિવસની ઉજવણી કરશે. દરેક સીઝનમાં મુંબઈની એક મૅચ આ પહેલને સમર્પિત હોય છે. વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં મુંબઈના અલગ-અલગ NGOનાં ૨૦,૦૦૦થી વધુ બાળકો હાર્દિક પંડ્યાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહેશે. મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૧૦થી રિલાયન્સ ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ ESA દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે રમતગમત અને શિક્ષણને સમર્થન આપી રહ્યું છે.

indian premier league wankhede sports news sports cricket news