એક દિવસ શુભમન ત્રણેય ફૉર્મેટમાં ટીમનો કૅપ્ટન હશે

25 July, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડની ભવિષ્યવાણી

શુભમન ગિલ

ભૂતપૂર્વ ભારતીય બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડે હાલમાં વાઇસ-કૅપ્ટન શુભમન ગિલને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને લાગે છે શુભમન ગિલ વાઇસ-કૅપ્ટનની ભૂમિકામાં સફળ રહેશે. કૅપ્ટન્સીને કારણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા, શુભમન ગિલ સાથે પણ એવું જ થશે. લીડરશિપ ગ્રુપમાં હોવાને કારણે તે તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પણ સક્ષમ બનશે. શુભમન ગિલ જેવા યુવાઓ માટે વધારાની જવાબદારી સારી છે, તે એક દિવસ ત્રણેય ફૉર્મેટમાં ભારતનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.’

shubman gill indian cricket team india cricket news sports sports news