પંજાબ કિંગ્સના વિજયી અભિયાન માટે વિદેશી કોચ રિકી પૉન્ટિંગે કર્યાં પૂજા-પાઠ

21 March, 2025 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2025માં વિજયી અભિયાનની આશા સાથે પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગના નેતૃત્વમાં ફ્રૅન્ચાઇઝીએ વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. આ પરંપરાગત પૂજા-સમારોહમાં કોચિંગ સ્ટાફ, ફ્રૅન્ચાઇઝીના અધિકારીઓ અને થોડા પ્લેયર્સે હાજરી આપી હતી.

રિકી પૉન્ટિંગે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો

IPL 2025માં વિજયી અભિયાનની આશા સાથે પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગના નેતૃત્વમાં ફ્રૅન્ચાઇઝીએ વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. આ પરંપરાગત પૂજા-સમારોહમાં કોચિંગ સ્ટાફ, ફ્રૅન્ચાઇઝીના અધિકારીઓ અને થોડા પ્લેયર્સે હાજરી આપી હતી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો આદર દર્શાવીને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગે ધાર્મિક વિધિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

ricky ponting punjab kings kings xi punjab IPL 2025 cricket news sports news