રોહિત શર્મા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર હવે આકાશ અંબાણીનો જવાબ થયો વાયરલ

21 December, 2023 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Akash Ambani`s answer to the question: રોહિત શર્મા વિશે જ્યારે આકાશ અંબાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈક એવું કહ્યું છે જેના પર ચાહકો સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આકાશ અંબાણીની ફાઈલ તસવીર

Akash Ambani`s answer to the question:  રોહિત શર્મા વિશે જ્યારે આકાશ અંબાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈક એવું કહ્યું છે જેના પર ચાહકો સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

Akash Ambani`s answer to the question: 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આઈપીએલનું ઑક્શન (IPL 2024 Auction) કરવામાં આવ્યું. ઑક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના માલિક આકાશ અંબાણી (Akash Ambani)ને રોહિત શર્મા (Rohit Sharma) વિશે જોડાયેલા પ્રશ્નનો સામનો કરવો પડ્યો પણ આકાશે ખૂબ જ સમજદારી પૂર્વક રોહિત વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો, જેને લઈને ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હકીકતે પ્રેસ સાથે વાત કરતી વખતે શખ્સે સામાન્ય રીતે રોહિત વિશે પ્રશ્ન કર્યો અને કહ્યું કે `રોહિતને પાછો લાવો.` શખ્સનો સવાલ સાંભળીને આકાશ અંબાણીએ રિએક્ટ કર્યું અને રસપ્રદ અંદાજમાં કહ્યું કે, `ચિંતા નહીં કરો તે બેટિંગ કરશે.` જણાવવાનું કે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે જેના પર ચાહકો પણ પુષ્કળ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Akash Ambani`s answer to the question: જણાવવાનું કે આ વખતે મિની ઑક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 8 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં MIએ ફાસ્ટ બૉલર ગેરાલ્ડ કોએત્ઝીનો સૌથી વધુ 5 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યા. ઑક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ગેરાલ્ડ કોએત્ઝી (5 કરોડ), દિલશાન મદુશંકા (4.60 કરોડ), શ્રેયસ ગોપાલ (20 લાખ), નમન ધીર (20 લાખ), અંશુલ કંબોઝ (20 લાખ), નુવાન તુષારા (4.80 કરોડ), મોહમ્મદ નબી (1.50 કરોડ), શિવાલિક શર્મા (20 લાખ)માં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Akash Ambani`s answer to the question: તો, આઈપીએલ ઑક્શન પહેલા રોહિત શર્માની જગ્યા મુંબઈએ હાર્દિક પંડ્યાને નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો જેણે ચાહકોને ચોંકાવી દીધું. ફેન્સ સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયને ખોટો જણાવીને રિએક્ટ કરતા પણ જોવા મળ્યા હતા.

Akash Ambani`s answer to the question: આઈપીએલ 2024 માટે મુંબઈ ઇન્ડિયન્સની આખી ટીમ (IPL 2024 Mumbai Team Players list)- આકાશ મધવાલ, અર્જુન તેંદુલકર, કેમરન ગ્રીન, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, જેસન બેહરેનડૉર્ફ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલક વર્મા, નેહલ વઢેરા, પીયૂષ ચાવલા, રોહિત શર્મા, રોમારિયો શેફર્ડ (કપ્તાન), શમ્સ મુલાની, સૂર્ય કુમાર યાદવ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા (ટ્રેડ દ્વારા આવ્યો), ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોઝ, નુવાન તુષારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.

IPL 2024 indian premier league dubai Akash Ambani nita ambani cricket news sports news sports rohit sharma hardik pandya