લ્યો બોલો, ઝોમ્બી કલ્ચર શીખવાનો પણ કોર્સ ચાલે છે

22 October, 2024 04:40 PM IST  |  Virginia | Gujarati Mid-day Correspondent

‘થ્રી ઇડિયટ્સ’માં ‘હિટલર કુરેશી’ જેવી રીતે ‘મેરા બેટા એન્જિનિયર બનેગા’ એવું કહે છે એવી જ રીતે ‘મેરા બેટા ઝોમ્બી કલ્ચર સીખેગા’ બોલવાના દિવસો આવી ગયા છે. હાસ્તો, અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં આના કોર્સ અને ક્લાસ શરૂ થયા છે.

ઝોમ્બી-કલ્ચર

‘થ્રી ઇડિયટ્સ’માં ‘હિટલર કુરેશી’ જેવી રીતે ‘મેરા બેટા એન્જિનિયર બનેગા’ એવું કહે છે એવી જ રીતે ‘મેરા બેટા ઝોમ્બી કલ્ચર સીખેગા’ બોલવાના દિવસો આવી ગયા છે. હાસ્તો, અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં આના કોર્સ અને ક્લાસ શરૂ થયા છે. અમેરિકાના વર્જિનિયામાં જ્યૉર્જ મેસન યુનિવર્સિટી આવા કોર્સ ચલાવવા માટે કુખ્યાત છે. યુનિવર્સિટીના સોશ્યોલૉજી ઍન્ડ ઍન્થ્રોપોલૉજી ડિપાર્ટમેન્ટ હસ્તક આ અન્ડરગ્રૅજ્યુએટ કોર્સ ચાલે છે. એમાં ઝોમ્બી-કલ્ચર માણસો પર કેવી અસર કરે છે એ શીખવાડાય છે. એવી જ રીતે સેન્ટ ઝેવિયર યુનિવર્સિટીમાં ‘ઝોમ્બી : બાયોલૉજી ઑફ ધ અનડેડ’ કોર્સ કરાવે છે. એમાં ઝોમ્બી બાયોલૉજી સમજાવાય છે. સોશ્યલ વર્ક ઇન્સ્ટ્રક્ચર અને કોર્સના નિર્માતા ગ્લેન સ્ટુટજકી કહે છે કે આપત્તિ અને માનવવ્યવહાર વિષય વિશે મહત્ત્વનું સંશોધન કરવા માટે આ કોર્સ શરૂ કર્યા છે.

america international news news offbeat news social media